તમારી રાશિ મુજબ પસંદ કરો રંગ અને ઉજવો હોળી

કોરોના વાયરસના ભય સાથે હોળી રમવી કે પછી ઘરમાં શાંતિથી હોળી ગીત ગાવા એ દ્વિધાનો વિષય છે. છતાં પણ તહેવાર મનાવવાનું મન થાય તો સાત્વિક હોળી જરૂર રમી શકાય. સર્વ પ્રથમ તો હોલિકા દહન વિષે વાત કરીએ. જે સુકાઈ ગયેલી ડાળીઓ અને પાંદડાઓ આ ઋતુમાં પડી ગયા હોય તેનું ગાયના છાણા  સાથે દહન કરવામાં આવે છે. જે હવાના શુદ્ધીકારણમાં મદદરૂપ થાય છે. ગાયનું ઘી અને હોમાત્મક દ્રવ્યો આમાં મદદ કરે છે. ઋતુ બદલાતા મચ્છર નો ઉપદ્રવ ઉભો થયો હોય તે પણ ઓછો થાય છે. વળી કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુ સાથે ભુંજાયેલા કોપરાનો પ્રસાદ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી રોગ આવવાની સંભાવના ઘટે છે. હોળીની સામે ઉભા રહેવાથી શેક થાય છે જે વાયરસને મારીનાખે છે. પણ હા, ઢગલાબંધ કપૂર હોળીમાં દહન કરવાની વાત આપણા શાસ્ત્રોમાં નથી અને એ વૈજ્ઞાનિક પણ નથી. તે નુકશાન કરે છે.

હવે વાત કરીએ ધુળેટીની. એકબીજાની સાવ પાસે જઈને પાણીથી હોળી રમવાની પ્રથા આપણે ત્યાં ન હતી. તેથીજ પિચકારીની શોધ થઇ હતી.કેસુડાના રંગની પવિત્રતાથી રેઇન ડાન્સ સુધીના સફરમાં આપણે મૂળભૂત સિદ્ધાંતો ભૂલી તો નથી ગયા ને? આનંદ અને મજામાં ફેર છે. આ હોળી પર કઈ રાશી વાળી વ્યક્તિએ કયા રંગ વાપરવા જોઈએ તે જાણીએ.

  • મેષ: ચંદન અને કંકુ થી હોળી રમવાથી કે તેનું તિલક કરવાથી તમને સકારાત્મકતા મળે. કોઈનું મન ન દુખાય તેનું ધ્યાન  રાખવાની સલાહ છે. વડીલને ભેટ આપવી.
  • વૃષભ: કેમિકલ વાળા રંગોથી દુર જ રહેવું. પલાશના ફૂલોથી બનાવેલા રંગો શુભ રહે. ખજૂરનું દાન કરવું.
  • મિથુન: ખસના પાણીથી અથવા અબીલથી હોળી રમવું જોઈએ. કારણ વિનાની ચર્ચામાં ન પડવાની સલાહ છે. આ દિવસે કોઈ ભેટ આપે તો સ્વીકારવી. ભલે તેની કીમત ઓછી હોય.
  • કર્ક: કોઈના ઉપર ગુસ્સે ન થવું. અબીલ ગુલાલથી હોળી રમવી જોઈએ. વસ્ત્ર દાન કરવું.
  • સિંહ: કેસુડાના રંગો અને કંકુથી હોળી રમી શકાય. આ દિવસે કોઈ ભેટ  આપે તો સ્વીકારવી. કારણકે તેનો લાભ ભેટ આપવા વાળાને મળે.
  • કન્યા: હળદર અને ચંદનથી હોળી રમવાથી સારું રહે. કોઈને મનગમતી ભેટ આપવાથી સકારાત્મક ઉર્જા મળે.
  • તુલા: કુંવારી કન્યાને ભેટ આપવી. કેસર ચંદનના પાણીથી હોળી રમવી.
  • વૃશ્ચિક: પરિવારમાં સહુથી મોટી સ્ત્રીનેવંદન કરવા અને ગમતી વસ્તુ આપવી. હળદરઅને કંકુથી હોળી રમવી.
  • ધન: પલાશના ફૂલોનો રંગ અને ચંદન થી હોળી રમવી. કોઈનું મન ન દુભાવવું. કોઈની વાતમાં આવવું નહિ.
  • મકર: સાફ દિલના માણસને તુલસીનો છોડ ભેટમાં આપવો. અબીલ અને ચંદનથી હોળી રમી શકાય.
  • કુંભ: પોતાના દીકરા અથવા જમાઈને માન આપવું. એમનું મન દુભાવવું નહિ. જાંબલી ફૂલોના રસથી હોળી રમવી. અથવા ચોક્ખા પાણીમાં થોડું કેસર નાખીને પણ હોળી રમી શકાય.
  • મીન:ચોક્ખા પાણીથી હોળી રમવી. કેમિકલ ન વાપરવું. કેસર ચંદનથી હોળી રમી શકાય. વડીલ ના આશીર્વાદ લેવાથી સારું રહે.

તહેવારને ઉજવીએ. અને એના થકી પોતાની ઉર્જા વધારીએ જેથી આવનારો સમય ઉર્જસભર રહે.

(મયંક રાવલ)