CBSE: સરળ હશે આ વર્ષની પરીક્ષા, જાણો પેટર્નમાં થયા છે કયા પ્રકારના બદલાવ

નવી દિલ્હીઃ સીબીએસઈ આ વખતે દસમા અને બારમાં ધોરણની પરિક્ષાઓ દર વર્ષના મુકાબલે લગભગ બે સપ્તાહ પહેલા શરુ કરી રહ્યું છે. આનાથી વિદ્યાર્થીઓમાં થોડુ ટેન્શન જોવા મળી રહ્યા છે પરંતુ રાહતની વાત એ છે કે આ વર્ષે પ્રશ્નપત્રની પેટર્નમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જેનાથી પેપર સરળ થઈ ગયા છે. પેપરમાં થયેલા આ સ્ટૂડન્ટ ફ્રેન્ડલી બદલાવોથી છાત્રો માટે સરળતા થશે. આપને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીથી સીબીએસઈની 10મા અને 12માની પરીક્ષાઓ શરુ થઈ રહી છે.

આ વર્ષે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોની સંખ્યા વધી ગઈ છે. આ સીવાય આ વર્ષે પ્રશ્નનોના વિકલ્પ પણ વધારવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે દર વર્ષે લગભગ 10 ટકા પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે. જો કે આ વર્ષે 25 ટકા પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. આનાથી છાત્રોનો આત્મવિશ્વાસ વધશે અને તે સારા માર્ક પ્રાપ્ત કરી શકશે. તેમણે આગળ જણાવ્યું કે જો કોઈ છાત્ર કોઈ પ્રશ્નને લઈને કોન્ફિડેન્ટ નથી તો તેની પાસે લગભગ 33 ટકા પ્રશ્ન વિકલ્પ તરીકે ઉપ્લબ્ધ રહેશે.

આ વર્ષે છાત્રોને વધારે વ્યવસ્થિત પ્રશ્નપત્ર મળશે. દરેક પેપર ઘણા સબ સેક્શનમાં વહેંચાયેલું હશે. ઉદાહરણ માટે જોવા જઈએ તો, ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન એક જ સેક્શનમાં હશે. ત્યારબાદ વધારે ગુણ વાળા સવાલ એક સાથે હશે. બોર્ડે કોઈપણ પેપરને લીક થવાથી બચાવવા માટે પણ કેટલાક પગલા ભર્યા છે.

સીબીએસઈની પરીક્ષામાં આ વર્ષે 10 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં સ્ટૂડન્ટ્સને એન્ટ્રી નહી મળે. અડધા કલાક પહેલા પરીક્ષા કેન્દ્રમાં પહોંચવું અનિવાર્ય હશે. સીબીએસઈએ પરીક્ષાઓ માટે 4 નવા બદલાવ કર્યા છે. તમામ છાત્રોને શાળાના યૂનિફોર્મમાં જ પ્રવેશ આપવામાં આવશે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરુ થશે.

આ વર્ષે પ્રવેશ પત્ર પર સ્ટૂડન્ટ્સ અને પ્રિન્સિપલ સાથેજ અભિભાવકોના પણ હસ્તાક્ષર જરુરી હશે. આવું ન થવા પર છાત્રોને પ્રવેશ પત્ર નહી આપવામાં આવે. પરીક્ષા દરમિયાન છાત્ર પોતાની સાથે માત્ર કલમ, પ્રવેશ પત્ર અને પારદર્શી બેગ જ લઈ જઈ શકશે. ડાયાબિટીસના રોગીઓને સ્નૈક્સ લઈ જવાની અનુમતી આપવામાં આવી છે કોઈપણ સ્થિતીમાં કોઈ લિખિસ સામગ્રી, મોબાઈલ,પર્સ અને સ્માર્ટવોચ લઈ જવાની મંજૂરી નહી હોય.