નવી દિલ્હી – કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોમાં આનંદ પ્રસરી ગયો છે.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં અતિરિક્ત બે ટકાનો વધારો કર્યો છે.
બે ટકાનો આ વધારો હાલના ડીએને સાતથી 9 ટકા કરવાના નિર્ણયની ઉપરાંત છે.
કેન્દ્રીય કેબિનેટે ડીએ સાતથી 9 ટકા સુધી વધારવાનો નિર્ણય ગયા માર્ચમાં લીધો હતો.
આ અતિરિક્ત વધારાની રકમ કર્મચારીઓ, પેન્શનધારકોને 2018ની 1 જુલાઈથી અમલમાં આવે એ રીતે ચૂકવવામાં આવશે.
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અપાતું મોંઘવારી ભથ્થું ફૂગાવો અથવા વધતા મોંઘવારી દરની લોકો પર આવતી અવળી અસરને ઘટાડવા માટે અને એમના બેઝિક પગારના આધારે ચૂકવવામાં આવે છે.