બજેટ 2023: નાણાપ્રધાન ક્વોલિટી શિક્ષણ સુવિધા માટે એલાન કરે એવી શક્યતા

અમદાવાદઃ સરકારના પ્રયાસો છતાં વસતિનો મોટો હિસ્સો શિક્ષણ ખાસ કરીને હાયર એજ્યુકેશન સુધી નથી પહોંચી શકી. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે ખાનગી અને જાહેર એન્ટરપ્રાઇઝીસ માટે સબસિડી વધારવી જોઈએ. જેથી શિક્ષણ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવામાં લોકોનો રસ વધે.  દેશની વસતિને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી આર્થિક ગ્રોથને વધારવામાં મદદ મળે છે. જેથી દરેકને જ્ઞાન ઉપલબ્ધ કરાવવાના હેતુમાં મદદ મળે છે, એમ જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના પ્રવક્તા રોહિત સુદે કહ્યું હતું. સરકારે શિક્ષણ સર્વિસિઝમાં અને પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની જરૂર છે. હાલ એના પર 18 ટકા GST લાગે છે.

સુદે કહ્યું હતું કે 1968એ શિક્ષણ ખર્ચ વધારવાની ભલામણ કરવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે GDPના છ ટકા એજ્યુકેશન પર ખર્ચ કરવો જોઈએ. સરકારે સંશોધન માટે પણ ફાળવણી વદારવાની જરૂર છે. સંશોધન માટે સ્કોલરશિપ, ટેક્નિકલ ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મૂડીરોકાણ વધારવાની જરૂર છે. એના માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડલ અપનાવવામાં આવી શકે છે.

વર્ષ 2020માં એજ્યુકેશન પર સરકારે GDPના 4.5 ટકા ખર્ચ કર્યો હતો. પ્રતિષ્ઠિત ભારતીય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ કેમ્પસ વિદેશમાં ખોલવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા પછી મેડિકલ કોલેજની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. સરકારો હજી પણ એમાં યોગદાન કરી રહી છે. ઉત્તર પ્રદેશની સરકારે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની યોજના બનાવી છે.