નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં સત્તા પર બન્યા રહેવા માટે બીજેપી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. 2019 ની જીત સુનિશ્ચિત કરવા માટે પાર્ટી ઉમેદવારોની પસંદગી ખૂબ ચોક્સાઈ પૂર્વક કરી રહી છે. પરંતુ આના કારણે બીજેપીના દિગ્ગજો જ પાર્ટીથી નારાજ થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર બીજેપીએ લાલકૃષ્ણ અડવાણીની જેમ જ પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટીકીટ ન આપવાનું મન બનાવ્યું છે. ત્યારે પાર્ટી દ્વારા સંગઠન મહાસચિવે તેમને આ વાતની જાણકારી આપી, તો તેઓ નારાજ થઈ ગયા છે.
ત્યારે મુરલી મનોહર જોશીએ તેમના સમર્થકો અને જનતાને એક ભાવુક પત્ર લખ્યો છે. મુરલી મનોહર જોશીના દિલ્હી કાર્યાલયની તરફથી આપવામાં આવેલા આ પત્રમાં લખ્યું છે કે ડિયર કાનપુરના વોટર્સ આ વખતે મારુ નામ ભાજપ ઉમેદવારોના લિસ્ટમાં નથી. રાષ્ટ્રી મહામંત્રી (સંગઠન) રામલાલની તરફથી જણાવવામાં આવ્યું છે કે કાનપુર જ નહીં, ક્યાંયથી પણ ચૂંટણી લડવી જોઈએ નહીં. જોકે આ પત્ર પર મુરલી મનોહર જોશીનું નામ છે, તેમના હસ્તાક્ષર નથી.
મુરલી મનોહર જોશીએ 2014ની લોકસભા ચૂંટણીમાં કાનપૂર બેઠકથી કેસરીયો લહેરાયો હતો. જોશીએ તેમના વિરોધી ઉમેદવારને 2.22 લાખતી વધારે અંતરથી જીત અપવી હતી. 2014ના આંકડા અનુસાર, જોશીને 4.74 લાખ વોટ મળ્યા હતા. ચૂંટણીની જાહેરાત પહેલા મુરલી મનોહર જોશીએ ઘણી યોજનાઓનું શિલાન્યાસ કર્યું હતું. કાનપુરને આપેલી ભેટ બાદ તેમની ચૂંટણી લડવાનો વિચાર ખૂબ વધારે છે.
જણાવી દઇએ કે મંગળવાર સવારે ભાજપે યૂપીના સ્ટાર પ્રચારકોની લિસ્ટને જાહેર કરી હતી. આ લિસ્ટમાં પીએમ મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ નથી.