આતંકીઓની હવે ખેર નથી, અવકાશમાંથી ચાંપતી નજર રાખશે એમીસેટ

નવી દિલ્હી- હવે આતંકી ગતિવિધિઓ પર નજર રાખશે અંતરિક્ષમાં તહેનાત આપણી ઈલેક્ટ્રોનિક બાજ નજર. પાકિસ્તાનની સરહદ પર કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ કે માનવીય હલચલ પર બાજ નજર રાખશે ઈસરોનો આ એમીસેટ. એમીસેટને ઈસરો અને તેને સંલંગ્ન સંસ્થા ડીઆરડીઓએ સંયુક્ત રીતે બનાવ્યો છે. ઈસરો આ ઉપગ્રહને 1 એપ્રિલના રોજ અવકાશમાં તરતો મુકશે. એમીસેટ કાર્યરત થયાં બાદ ભારતની સુરક્ષામાં વધારો થશે.

એમીસેટનું રા વજન અન્ય ઉપગ્રહની સરખામણીમાં ખુબજ ઓછું છે. 436 કિલો વજનવાળા એમીસેટ દુશ્મનોની ઝીણવટપૂર્વકની માહિતી આપશે. આ ઉપગ્રહ દુશ્મનના રડારમાં પ્રવેશ્યા વીના તેની તમામ ગતિવિધિઓ અને તેની પ્રણાલીની વિગતો એકઠી કરવામાં રામબાણ સાબીત થશે.

ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક રવી ગુપ્તાએ નવનિર્મિત ઉપગ્રહ એમીસેટ અંગે જણાવ્યું હતું કે, અવકાશમાં 763 કિ.મી.ની કક્ષામાં આ એમીસેટ ઉપગ્રહને ઈસરો તરતુ મુકશે. એમીસેટ ઉપગ્રહ પોતાના વિસ્તારમાં કેટલા મોબાઈલ ફોન કાર્યરત છે તેની માહિતી આપશે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ ભારતની સર્જીકલ સ્ટ્રાઈક વખતે બાલાકોટમાં ૩૦૦ મોબાઈલ ફોન કાર્યરત હોવાની વિગતો મળી હતી. 24 જાન્યુઆરીએ ઈસરો અને ડીઆરડીઓના સંયુક્ત ઉપક્રમે માઈક્રોસેટ આરને લોન્ચ કર્યો હતો. આ સેટેલાઈટ રાતના અંધારમાં પણ તસવીરો લેવા સક્ષમ છે.

ઈસરો 1 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યે પીએસએલવી સી45 રોકેટની મદદથી એમીસેટની સાથે 28 અન્ય વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કરશે. એમીસેટ 749 કિલોમીટરની ઉંચાઈએ પુથ્વીની ચોતરફ ચક્કર લગાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]