નવી દિલ્હીઃ બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે 40 સીટોમાંથી 39 પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનડીએની રજૂ કરાયેલી યાદીમાં ભાજપના શત્રુઘ્નસિન્હા અને શાહનવાજ હુસૈનની ટિકિટ કપાઇ છે, ત્યાં ગિરિરાજ સિંહને બેગૂસરાયથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ખગડિયાની સીટ પર હજુ ઉમેદવારની જાહેરાત થઇ નથી, જે રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીના ખાતામાં છે. બીજી બાજુ મહાગઠબંધનમાં તમામ તિરાડ બાદ સીટોની ફોર્મ્યુલા નક્કી ચોક્કસ થઇ ગઇ છે પરંતુ હજુ નામોની જાહેરાત બાકી છે. કહેવાય છે કે હવે એનડીએની યાદી આવ્યા બાદ મહાગઠબંધનના ઉમેદવારોની યાદી પણ ટૂંક સમયમાં રજૂ થશે.
બિહારની 40 લોકસભા બેઠક પર એનડીએના ઉમેદવારોની યાદી
વાલ્મિકી નગર- વૈદ્યનાથ મહતો (જડીયુ)
પ. ચંપારણ- ડો. સંજય જેસવાલ (ભાજપ)
પૂ. ચંપારણ- રાધા મોહન સિંહ (ભાજપ)
શિવહર- રમાદેવી (ભાજપ)
સીતામઢી- વરૂણ કુમાર (જેડીયુ)
મધબની- અશોક કુમાર યાદવ (ભાજપ)
ઝંઝારપુર- રામ પ્રિત મંડલ (જેડીયુ)
સુપૌલ- દિલેશ્વર કામત (જેડીયુ)
અરરિયા- પ્રતીપ સિંહ (ભાજપ)
કિશનગંજ- મોહમ્મદ અશરફ (જેડીયુ)
કટિહાર- દુરાલ ચંદ ગૌસ્વામી (જેડીયુ)
પૂર્ણિયા- સંતોષ કુમાર કુશવાહ (જેડીયુ)
મધેપુરા- દિનેશ ચંદ્ર યાદવ (જેડીયુ)
દરભંગા- ગોપાલ જી ઠાકુર (ભાજપ)
મુઝફ્ફરપુર- અજય નિષાદ (ભાજપ)
વૈશાલી- વીણા દેવી (એલજેપી)
ગોપાલગંજ- આલોક કુમાર સુમન (જેડીયુ)
સીવાન- કવિતા સિંહ (જેડીયુ)
મહારાજગંજ- જનાર્ધન સિંહ સિગરિવાલ (ભાજપ)
સારણ- રાજીવ પ્રતાપ રૂઢી (ભાજપ)
હાઝીપુર- પશુપતિ કુમાર પારસ (એલજેપી)
ઉજિયારપુર- નિત્યાનંદ રાય (ભાજપ)
સમસ્તીપુર- રામચંદ્ર પાસવાન (એલજેપી)
બેગુસરાય ગિરિરાજ સિંહ
ભાગલ પુર- અજય કુમાર
પટના સાહિબથી અત્યાર સુધી સાંસદ રહી ચૂકેલા સિન્હાને પાર્ટીની બગાવતની સજા આપતા ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યા એ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણીમાં ઉતરશે. બીજીબાજુ રામકૃપાલ યાદવને ભાજપે પાટલિપુત્ર સીટ પરથી યથાવત રાખ્યા છે. તેઓ 2014મા આરજેડી છોડી ભાજપમાં આવ્યા હતા.
ટિકિટ કપાયા બાદ માનવામાં આવી રહ્યું છેકે શત્રુઘ્ન સિન્હા હવે ટૂંક સમયમાં કોંગ્રેસનું દામન પકડી શકે છે. તેના લીધે જ અટકળો હતી કે શનિવારના રોજ બિહારમાં ભાજપ ઉમેદવારોની જાહેરાત કરે ત્યારબાદ શત્રુઘ્ન સિન્હા તેમને જાહેરાત કરી શકે છે. શત્રુઘ્ન સિન્હાના એક સહયોગી એ શુક્રવારના રોજ માહિતી આપી હતી કે લગભગ નક્કી થઇ ચૂકયું છે કે 24 કે 25મી માર્ચના રોજ શત્રુઘ્ન કૉંગ્રેસ જોઇન કરી લેશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં સામેલ થવાનું પાછળ શું કારણ છે તો તેના પર જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ એટલે છે કારણ કે તેનાથી શત્રુઘ્ન સિન્હાને રાષ્ટ્રીય રાજકારણમાં મોકો મળશે.