નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પણ આવી ગયાં છે અને કેજરીવાલ સરકાર સત્તારૂઢ પણ થઈ છે. હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. બિહાર સરકારનો કાર્યકાળ 20 નવેમ્બર, 2015થી 19 નવેમ્બર, 2020 સુધીનો છે. આમ બિહારમાં ચૂંટણીનાં નગારાં વાગવા માંડ્યા છે અને મહાગઠબંધને તો મોટા નેતાઓને સીટની ફાળવણી પણ કરી દીધી છે.મહાગઠબંધનની પત્રકાર પરિષદમાં તેજસ્વી યાદવે સીટો અને ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. આરજેડીના મધેપુરાથી શરદ યાદવ અને બેગુસરાયથી તનવીર હુસેનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાટલીપુત્રની સીટ પરથી આરજેડીએ લાલુ યાદવની પુત્રી મિસા ભારતી ચૂંટણી જંગમાં છે. પાટલીપુત્રથી ભાજપે કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવ મેદાનમાં છે.
આરજેડીની સારણ સીટથી ચંદ્રિકા રાયને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ચંદ્રિકા રાય લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના સસરા છે. વૈશાલીથી આરજેડીના રઘુવંશ પ્રસાદ સિંહ, નવાડાથી વિભા દેવી, ઝંઝારપુરથી આરજેડીના ગુલાબ યાદવ, બક્સરથી જગદાનંદ સિંહ, કટિહારથી તારિક અનવર અને સીતામઢીથી આરજેડીના અર્જુન રાય ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
સિવાનથી હીના સાહબ, મહારાજ ગંજથી રણધીર સિંહ, ભગલપુરથી બુલુ મંડલ, બાંકાથી જયપ્રકાશ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, હાજીપુરથી શિવચંદ્ર રામ, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરરિયાથી સરફરાજ આલમ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે.
બિહાર વિધાનસભાની કુલ બેઠકો 243 બેઠકો છે. દિલ્હીમાં હાલમાં નીતીશકુમારની યુતિ સરકાર છે. ભાજપ અને જેડીયુની સંયુક્ત સરકાર છે. બિહારની ચૂંટણીમાં દિલ્હીની આમ આદમી પાર્ટી પણ ઝુકાવવાની છે. દિલ્હી સર કર્યા બાદ આમ આદમી પાર્ટી (કેજરીવાલ)ની નજર હવે બિહાર પર છે.