રામ મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી અહીંયા રહેશે રામ લલ્લા

અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પસંદગી થયા બાદ અહીંયા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનું કાર્ય શરુ થશે. આ ક્રમમાં સૌથી પહેલું કામ ભગવાન રામને તેમના સ્થાનથી અન્ય સ્થાન પર ખસેડવા માટેનું કરવામાં આવી રહ્યું છે જેથી મંદિર નિર્માણ દરમિયાન ભગવાન રામની પૂજા-અર્ચના સહિતની ભગવાનની નિત્ય સેવાનો ક્રમ રોજની જેમ જ ચાલતો રહે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પહેલા તેમના અસ્થાયી મંદિરના નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. તમામ કાયદાકીય કોયડાના કારણે અત્યારસુધી ભગવાન રામ ટેન્ટમાં બિરાજમાન હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં મંદિર નિર્માણનો રસ્તો ખૂલી ગયો છે. મંદિરના નિર્માણમાં સમય લાગશે અને આ જ કારણ છે કે મંદિરનું નિર્માણ થાય ત્યાં સુધી મેક શિફ્ટ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાને પૂજા-અર્ચના અને દર્શન માટે બિરાજમાન કરવામાં આવશે.

ગર્ભગૃહથી આશરે 150 મીટર દૂર માનસ ભવન નજીક મેકશિફ્ટ મંદિર બનાવવામાં આવશે. મંદીર પૂર્ણ રીતે બૂલેટપ્રૂફ હોઈ શકે છે અને આને ફાઈબરથી તૈયાર કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]