ગુવાહાટીઃ 126 બેઠકોવાળી આસામ વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ એનડીએ જૂથે 75 બેઠકો પર જીત મેળવીને પોતાની સત્તા ટકાવી રાખી છે. જ્યારે કોંગ્રેસ તથા સાક્ષી પક્ષોના 50 ઉમેદવારો જીત્યા છે. અન્ય એક ઉમેદવાર વિજયી થયો છે. ભાજપ અને સાથી પક્ષોના જોડાણમાં, ભાજપે 60, એજીપી 9, યૂપીપીએલ જેવા પક્ષોએ 6 સીટ જીત મેળવી છે. બીજી બાજુ, કોંગ્રેસના 29 ઉમેદવાર વિજયી થયા છે જ્યારે એને સમર્થન આપનાર ત્રણ પક્ષોના 21 ઉમેદવાર જીત્યા છે.
વીતી ગયેલી મુદતના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આસામમાં ભાજપ ફરી સરકાર રચશે એ સ્પષ્ટ છે. માજુલી મતવિસ્તારમાં સોનોવાલ શરૂઆતની મતગણતરી વખતે પાછળ હતા, પણ બાદમાં સરસાઈમાં આવી ગયા હતા. એક્ઝિટ પોલ્સમાં તારણ રજૂ કરાયું હતું કે આસામમાં ભાજપ 73 જેટલી સીટ જીતીને પોતાની સરકારને જાળવી રાખશે. કોંગ્રેસને 51 સીટ મળશે.