નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રામલીલા મેદાનમાં આજથી શરૂ થેયેલા બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે લોકસભા ચૂંટણીનું બિગુલ ફુંકતા કાર્યકર્તાઓને 2019ની તૈયારીઓમાં લાગી જવા સુચન કર્યું હતું. તેમણે કહ્યું કે, એનડીએ આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત બહુમત પ્રાપ્ત કરશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, 2019ની ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેનું યુદ્ધ છે, અને આ લડાઈ વર્ષો સુધી યાદ રહેશે. વિશ્વનો કોઈ પણ નેતા વડાપ્રધાન મોદી જેટલો લોકપ્રિય નથી.
રામ મંદિરને લઈને અમિત શાહે કહ્યું:
અમિત શાહ કહ્યું કે, ભાજપ ઈચ્છે છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જલ્દી થાય પરંતુ કોંગ્રેસ રામ મંદિર નિર્માણમાં અડચણો ઉભી કરવાને લઈને કોઈ તક છોડતી નથી.
રાષ્ટ્રીય અધિવેશનના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, 2019ની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. અમારી સરકારે ગરીબો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ આપી છે. જેથી આ ચૂંટણી ભારત અને ભારતના લોક માટે ઘણી મહત્વપૂર્ણ છે. યુપીમાં 2014 જેવી જીત મેળવવાનો દાવો કરતા અમિત શાહે કહ્યું કે, આ વખતે યુપીમાં ભાજપ 75 સીટો પર જીત મેળવશે. અમારી પાર્ટી ઉત્તર પ્રદેશના લોકો સાથે સતત સંપર્કમાં છે. અમારી સરકારે મોંઘવારીને કાબૂમાં લેવાનું કામ કર્યું છે. અમે દેશની અર્થવ્યવસ્થાને આગળ ધપાવી છે.