કશ્મીરમાં અલ-કાયદાની ટોળકીનો સફાયો; 7 ત્રાસવાદીનો ખાતમો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીર ખીણપ્રદેશમાં અલ-કાયદા સાથે સંકળાયેલા અન્સાર ગાજવત-ઉલ-હિંદ ત્રાસવાદી જૂથનો સફાયો કરી નાખ્યો છે. સુરક્ષા જવાનોએ છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ જૂથના વડા ઈમ્તિયાઝ શાહ સહિત સાત ત્રાસવાદીઓના ઢીમ ઢાળી દીધા છે.

(પ્રતિકાત્મક તસવીર)

જમ્મુ અને કશ્મીર પોલીસના વડા દિલબાગ સિંહે કહ્યું કે શોપિયાં અને ત્રાસ, બંને સ્થળે એન્કાઉન્ટર સમાપ્ત થઈ ગયા છે. શોપિયાંના એન્કાઉટરમાં પાંચ અને ત્રાલના એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદીને ઠાર મારી દેવામાં આવ્યા છે. એન્કાઉન્ટર સ્થળોએથી સાત એકે-એસોલ્ટ રાઈફલ તથા અન્ય શસ્ત્રો-દારુગોળો પણ કબજે કરાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]