નવી દિલ્હીઃ નફામાં વધારો કરવા અને મૂડી પરના વળતરને ધ્યાનમાં રાખતાં ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે 26 નવેમ્બરથી વિવિધ પ્રિપેડ પ્લાનના દરોમાં 20થી 25 ટકા વધારો નિર્ણય કર્યો છે. આ પગલાથી કંપનીને મૂડી પર નોંધપાત્ર વળતર પ્રાપ્ત થશે, એમ કંપનીએ કહ્યું હતું. કંપનીએ હંમેશાં પ્રતિ વપરાશકર્તા મોબાઇલ સરેરાશ આવક (ARPU) રૂ. 200થી રૂ. 300 સુધી કરવાની તૈયાર કરી રહી છે, જેથી કંપનીનું બિઝનેસ મોડલ હેલ્થી બની રહે, એમ કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું.
કંપનીની સપ્ટેમ્બર ત્રિમાસિક સુધીમાં માસિક ARPU રૂ. 153 હતી. હાલ કંપનીના 32.3 કરોડ ભારતીય મોબાઇલ ગ્રાહક છે. કંપનીએ લાંબા ગાળે એના ટેરિફમાં વધારાનો નિર્ણય કર્યો છે.
કંપનીને ટૂંક સમયમાં 5G સર્વિસ શરૂ કરશે, જેના માટે કંપનીને મૂડીની જરૂરિયાત છે. કંપનીએ એટલે ટેરિફમાં વધારો કર્યો છે. કંપનીના આ નિર્ણયથી હવે એરટેલનો લઘતુમ રિચાર્જ પ્લાન રૂ. 99નો થશે, જે પહેલાં રૂ. 79નો હતો. આ પ્લાનમાં તમને રૂ. 99નો ટોકટાઇમ અને 200 MB ડેટા મળશે. એ જ રીતે રૂ. 149નો પ્લાન હવે રૂ. 179, રૂ. 1498નો પ્લાન રૂ. 1799 અને રૂ. 2498નો પ્લાન માટે રૂ. 2999 ચૂકવવા પડશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે અન્ય ટેલિકોમ કંપનીઓ પણ આ જ રીતે ટેરિફમાં વધારો કરશે.
ટેલિકોમ કંપનીઓને 5G સ્પેક્ટ્રમની લિલામીમાં કમસે કમ રૂ. 70,000 કરોડના મૂડીરોકાણની જરૂર પડશે, જે આગામી વર્ષે યોજાવાની શક્યતા છે. ટેરિફવધારા પછી એરટેલના શેરનો ભાવ 52 સપ્તાહની ઊંચાઈએ રૂ. 756એ પહોંચ્યો હતો.