પ.બંગાળમાં વાયુસેનાનું એએન-32 વિમાન ક્રેશ, તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત

પ. બંગાળના બાગડોરા એરબેસ નજીક ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયુ. સદનસીબે, તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઘટના બનતાની સાથે જ વાયુસેના અને બચાવ ટીમોએ ત્વરિત કામગીરી શરૂ કરી.

આ દુર્ઘટનાથી પહેલા હરિયાણામાં એરફોર્સનું જેગુઆર ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું. પાઇલટે પેરાશૂટ દ્વારા ઈજેક્ટ થઈને સુરક્ષા મેળવી, અને વિમાન સુનસાન વિસ્તારમાં લેન્ડ થવાને કારણે મોટી જાનહાનિ ટળી. એક જ દિવસે બે વિમાન દુર્ઘટનાઓ થતા વાયુસેનાની ચિંતાઓ વધી ગઈ છે. બંને ઘટનાઓના કારણો જાણવા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરાઈ છે.