નવી દિલ્હીઃ નોટબંધી બાદ ભારતમાં મોટી સંખ્યામાં કંપનીઓ બંધ થઈ છે. બંધ થનારી કંપનીઓના આ લિસ્ટમાં સૌથી વધારે શેલ કંપનીઓનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે મે 2019 સુધી ભારતમાં બંધ થઈ તેવી 6,60.000થી વધુ રજિસ્ટર્ડ કંપનીઓ કુલ રજિસ્ટર્ડ કંપનીઓના 36 ટકા છે. સરકારના ડેટા અનુસાર દેશમાં આવશે 1.9 મિલિયન કંપનીઓ રજિસ્ટર્ડ છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરે સંસદમાં આપી છે. હકીકતમાં સરકારે એ કંપનીઓની ઓળખ કરવા અને તેમને બંધ કરવા માટે એક વિશેષ ઝૂંબેશ ચલાવી છે, જેમણે સતત બે વર્ષોથી વધારે સમયથી વાર્ષિક રિટર્ન ભર્યાં ન હતાં. એટલે કે જે કંપનીઓ દ્વારા બે વર્ષનું ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ અને એન્યુઅલ રિટર્ન ન દાખલ કરવામાં આવે, તેમને બંધ કંપની માની લેવામાં આવે છે. સરકાર આવી કંપનીઓને ચિન્હિત કરીને તેમને કંપની એક્ટ 2013ના સેક્શન 248(1) અંતર્ગત આવનારા નિયમો અંતર્ગત રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવે છે. વર્ષ 2017-18 માં આમાં 20 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદને આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં રજિસ્ટર્ડ કંપનીઓ બંધ થવાના મામલે દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી આગળ છે. દિલ્હીમાં 142425 કંપનીઓ બંધ થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 125937 કંપનીઓ બંધ થઈ ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને પશ્ચિમ બંગાળમાં દેશની અડધાથી વધારે બંધ થનારી કંપનીઓનો સમાવેશ થાય છે. એમસીએ દ્વારા વર્ષ 2017-18 માં આશરે 2,20,000 કંપનીઓને રજિસ્ટ્રેશન લિસ્ટથી હટાવી દેવામાં આવી હતી, જ્યારે વર્ષ 2018-19માં 1,10,000 કંપનીઓને આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી હતી.