આધાર-કાર્ડ યોજનાએ સરકારના બે-લાખ કરોડ રૂપિયા બચાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ માટે આધાર કાર્ડ નંબર યોજના મોટી ‘આધાર’ બની છે, કારણ કે તેણે બનાવટી તથા ડુપ્લીકેટ ઓળખના દૂષણને નાબૂદ કરીને સરકારના બે ટ્રિલિયન રૂપિયા (બે લાખ કરોડ રૂપિયા) બચાવ્યા છે. આ દાવો ભારત સરકારની સર્વોચ્ચ જાહેર નીતિવિષયક સલાહકાર તરીકે કામ કરતી એજન્સી ‘નીતિ આયોગ’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અમિતાભ કાંતે કર્યો છે. કાંતે એમ પણ કહ્યું કે, આધાર કાર્ડ યોજનાને લીધે લાભાર્થીઓને એમના લાભ કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર કે વચેટિયાઓ વગર ઝડપથી ટ્રાન્સફર કરી શકાય છે. આને કારણે અઢળક ધનની બચત પણ થાય છે.

2021ના ઓક્ટોબર સુધીમાં ભારતમાં 1 અબજ 31 કરોડ લોકો આધાર કાર્ડ ધારક તરીકે નોંધાયા હતા.