પટનાઃ બિહારમાં નવાદામાં એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. અહીં સાપના કરડવાથી ગુસ્સે ભરાયેલા એક યુવકે પણ પણ સાપને બચકું ભરી લીધું હતું. જેથી સાપનું મોત થયું છે. ઘટનાસ્થળે હાજર લોકોએ તેને રજૌલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નવાદાનો રહેવાસી સંતોષ લોહાર રેલવેલાઇન બિછાવવાનું કામ કર્યા પછી પોતાના કેમ્પમાં ઊંઘી રહ્યો હતો. એ દરમ્યાન તેને સાપે તેને દંશ માર્યો હતો. સંતોષનું કહેવું છે કે મારા ગામનો એક તુક્કો છે કે જો સાપ એક વાર કરડે તો તમે એને બે વાર કરડો (બચકાં) ભરો. એનાથી સાપ કરડવાની એના ઝેરની અસર ઊંધી થાય છે અથવા ઓછી થઈ જાય છે.
આવા અંધવિશ્વાસને કારણે સર્પ દંશથી પીડિત 35 વર્ષના સંતોષ લોહારે સાપને હાથથી પકડી લીધો હતો અને એને બે વાર દાંતથી જોરથી બચકું ભર્યું. એનાથી સાપનું મોત થયું અને સંતોષ લોહારને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સંતોષ ટૂંક સમયમાં ઠીક થઈ જશે અને તેને હોસ્પિટલમાંથી બે દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.
સ્થાનિક લોકોની માન્યતા
આ વિસ્તારમાં સ્થાનિક લોકોનું માનવુ છે કે ઝેરનું મારણ ઝેર છે. સાપના દંશથી ઝેર મનુષ્યના શરીરમાં ઝેર ફેલાય છે, પણ મનુષ્ય જો સાપને કરડે (બચકું ભરે) તો ઝેર (શરીરમાં ફેલાયેલું ઝેર) સાપની પાસે ચાલી જાય છે. આવામાં મનુષ્યનો જીવ બચી જાય છે.
સંતોષની સારવાર કરી રહેલા ડોક્ટર સતીષચંદ્ર સિંહાએ જણાવ્યું હતું કે સંતોષ લોહારને સાપ દંશ માર્યો હતો. તેની સારવાર કરવામાં આવી હતી. યુવક સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.