કોરોનાના 43,509 વધુ નવા કેસ, 640નાં મોત

નવી દિલ્હીઃ  દેશમાં કોરોનાના કેસોમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસોની સંખ્યા 40,000ને પાર  છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,509 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 640 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,15,28,114 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,22,662 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,07,01,612  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38,465 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,03,840એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.38 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,28,795 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 46.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 45.07 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 45,07,06,257 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 43,92,697 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.