કોરોનાના 42,909 નવા કેસ, 380નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના સંક્રમણના કેસો વધવા માંડ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,909 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 380 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,27,37,939 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,38,210 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,19,23,405 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,763 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,76,324એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.51 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાઇરસના સંક્રમણના 4666 નવા કેસો સાથે આવ્યા બાદ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64,56,939એ પહોંચી છે. રાજ્યમાં 131 લોકોના મોત થયા પછી મૃતકોની સંખ્યા વધીને 1,37,157એ પહોંચી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,19,990 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 63.43 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 63,43,81,358 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 31,14,696 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]