કોરોનાના 40,134 વધુ નવા કેસ, 422નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને મામલે ઘણા સમયથી કેસો 40,000ની આસપાસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 40,134 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 422 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,16,95,958 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,24,773 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,08,57,467 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,946 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,13,718એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

દેશમાં કોરોના કુલ કેસોમાં કેરળની હાલત સૌથી વધુ ચિંતાજનક છે. કેરળમાં સતત છ દિવસથી કોરોના વાઇરસના 20,000થી વધુ નવા કેસો આવી રહ્યા છે. જે પછી રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 34,11,489 થઈ ગઈ છે અને કોરોનાથી મોતનો આંકડો વધીને 16,837એ પહોંચ્યો છે. રાજ્યમાં 27 જુલાઈથી અત્યાર સુધી સંક્રમણના 1,28,373 કેસો સામે આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,28,984 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 46.46 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 47.22 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 47,22,23,639 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,06,598 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]