નાગપુરઃ મહારાષ્ટ્ર રાજ્યમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના મહિનાઓમાં 2,366 ખેડૂતોએ જુદા જુદા કારણોસર આત્મહત્યા કરી હતી. આ માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન અનિલ પાટીલે આજે અહીં વિધાનસભામાં આપી હતી.
અમરાવતી જિલ્લામાં સૌથી વધારે – 951 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તે પછીના નંબરે છત્રપતિ સંભાજીનગર (877), નાગપુર (257), નાશિક (254), પુણે (27) આવે છે. રાજ્ય સરકાર આત્મહત્યા કરનાર ખેડૂતના નિકટના સ્વજનને આર્થિક મદદરૂપે રૂ. એક લાખ આપે છે, એમ પાટીલે કોંગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલે પૂછેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું.