નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 102 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 21,822 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 299 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,02,66,674 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,48,738 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 98,60,280 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26,000થી વધુ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,57,656એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.92 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.
ડાયાબિટીઝના રોગીઓ માટે ચેતવણી
કોરોનાને હવે તાજેતરમાં થયેલા ખુલાસા પ્રમાણે જે વ્યક્તિ ડાયાબિટિસની બીમારીથી પીડિત હોય અને તે ગ્લુકોઝનું લેવલ ઓછું કરવા માટેની AGLT2I નામની દવા લેતી હોય તો તેના માટે કોરોના વાયરસ ઘાતક સાબિત થઈ શકે છે.
એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે. અમેરિકા સ્થિત બ્રિધમ એંડ વુમન્સ હોસ્પિટલના સંશોધકોએ ડાયાબિટીઝના રોગીઓને આ ચેતવણી આપી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.