કોરોનાના 14,545 નવા કેસ, 163નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.06 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,545 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 163 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,06,25,428 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,53,032 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,02,83,708  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18,002 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,88,688એ પહોંચી છે.  રિકવરી રેટ વધીને 96.8 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.

અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા અઢી કરોડે પહોંચી

અમેરિકામાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2.5 કરોડ થઈ ગઈ. ઠીક એક વર્ષ પહેલાં દેશમાં પહેલા દર્દીમાં આ વાઈરસની પુષ્ટિ થઈ હતી. આ વ્યક્તિ ચીનના વુહાનથી ઘરે પરત ફરી હતી. બીમાર પડતાં તે સિએટલના એક ક્લિનિકમાં સારવાર માટે પહોંચ્યો હતો. અહીંથી અમેરિકામાં આ રોગચાળાની શરૂઆત થઈ. અમેરિકામાં સૌથી વધુ દર્દી અને સૌથી વધુ મોતમાં આ દેશ પહેલા નંબરે છે. અહીં એક વર્ષમાં 4.15 લાખનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.