નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના હાથ મોટી સફળતા લાગી છે. દિલ્હી પોલીસે રૂ. 2500 કરોડનું 350 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. પોલીસ આ આ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાંથી ત્રણ હરિયાણાથી ધરપકડ કરવામાં આવ્યા છે અને એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે. દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ પકડી પાડ્યું છે.
દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા લગભગ 350 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને તેની કિંમત રૂ. 2500 થવા જાય છે.પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.આ પૈકી ત્રણ આરોપીઓને હરિયાણાથી અને એકને દિલ્હીમાંથી પકડવામાં આવ્યો છે.
જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં બીજા લોકો પણ સામેલ હોવાની આશંકા પોલીસને છે અને આ મામલામાં બીજા લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. આ મામલો નાર્કો ટેરરિઝમ સાથે સંકળાયેલો છે. નાર્કો ટેરરિઝમ એન્ગલથી તપાસ જારી છે. આ સિન્ડિકેટના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો અંદેશો છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીપી નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે એ ઓપરેશન મહિનાથી ચાલી રહ્યું હતું. કુલ 354 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. એક અફઘાનિસ્તાનના નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઇનની ખેપ કન્ટેઇનર્સમાં છુપાવીને સમુદ્રના રસ્તે મુંબઈથી દિલ્હી આવ્યું હતું. મધ્ય પ્રદેશના શિવપુરીની પાસે ફેક્ટરીમાં એ હેરોઇનને વધુ ફાઇન ક્વોલિટીનું બનાવવાનું હતું.