વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે તેમના 25 વર્ષના જાહેર જીવન અને જનસેવાની યાત્રાને ભારતીય જનતા પાર્ટી ‘સેવા સંકલ્પ અભિયાન’ તરીકે ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે દેશના મુસ્લિમ સમુદાય દ્વારા પણ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્રથી પ્રેરાઈને દેશભરમાં વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Moradabad, Uttar Pradesh: Women from the Muslim community gather to celebrate Prime Minister Narendra Modi’s birthday by cutting a cake and distributing sweets. They recite the Quran and offer prayers for his long life, while their children also join the celebrations. pic.twitter.com/EpsY0GjEl0
— IANS (@ians_india) September 17, 2026
કુરાન ખ્વાની અને દીર્ઘાયુ માટે વિશેષ દુઆઓ
દેશની અગ્રણી મસ્જિદો અને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિશેષ કુરાન ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, લખનૌ, વારાણસી, ભોપાળ, મુરાદાબાદ, મેરઠ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં મુસ્લિમ સમાજના લોકો અને મહિલાઓએ એકત્રિત થઈને કેક કાપી હતી તથા મીઠાઈઓ વહેંચી હતી. મુરાદાબાદમાં મહિલાઓ અને બાળકોએ પીએમ મોદીના દેશ પ્રત્યેના સમર્પણને બિરદાવતા તેમની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
Moradabad, Uttar Pradesh: A Muslim woman says, “We have organised this celebration for Modi Ji because we are happy. He is doing good work for the country.” pic.twitter.com/MalIqurWHx
— IANS (@ians_india) September 17, 2026
ઐતિહાસિક દરગાહો પર ‘ચિરાગાં’ અને દીપોત્સવ
સાંજ પડતાં જ દેશની પ્રખ્યાત સુફી દરગાહો પર ‘આશીર્વાદનો દીવો’ અભિયાન હેઠળ હજારો દીવાઓ અને મીણબત્તીઓથી રોશની કરવામાં આવી હતી. રાજસ્થાનની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (અજમેર શરીફ) દરગાહ, દિલ્હીની હઝરત નિઝામુદ્દીન ઔલિયા દરગાહ, ઉત્તર પ્રદેશની દેવા શરીફ અને કછૌછા શરીફ જેવી ઐતિહાસિક જગ્યાઓ પર ભવ્ય દીપોત્સવનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
Moradabad, Uttar Pradesh: A Muslim man says, “Today, Modi Ji has turned 76. Over these 76 years, he has made sacrifices for the country, leaving his family behind and working for the country’s development and progress. That is why we are celebrating today and praying for Modi… pic.twitter.com/5pCBE8zp6D
— IANS (@ians_india) September 17, 2026
દિલ્હી ભાજપ અલ્પસંખ્યક મોરચાના જણાવ્યા મુજબ, હઝરત નિઝામુદ્દીન ઔલિયાના 723મા ઉર્સના સંદર્ભમાં દરગાહ પર 723 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી કિરેન રિજિજૂ અને અન્ય અગ્રણીઓએ દરગાહ પર ચાદર ચડાવી દેશમાં શાંતિ, અમન અને સમૃદ્ધિ માટે દુઆ માંગી હતી.
ગંગા-જમુની તહેજીબ અને સામાજિક સેવા
પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ટ્રિપલ તલાક કાયદાથી લાભાનવિત થયેલી મુસ્લિમ મહિલાઓ અને સ્વયં સહાયતા જૂથોએ દીપોત્સવ યોજીને ગંગા-જમુની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સેવા સંકલ્પ હેઠળ વિવિધ વિસ્તારોમાં ફળ વિતરણ, ગરીબોને ભોજન, તબીબી કેમ્પ અને સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યા હતા.

