ક્રિકેટના મેદાન બાદ હવે OTT પર ધમાકો કરશે વીરેન્દ્ર સેહવાગ

પોતાની ફિયરલેસ બેટિંગથી વિરોધી બોલરોના છક્કા છોડાવનારા ‘નજફગઢના નવાબ’ એટલે કે વીરેન્દ્ર સેહવાગ હવે મનોરંજનની દુનિયામાં તહેલકો મચાવવા આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સેહવાગના કેટલાક ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ યમરાજના અવતારમાં નજરે પડી રહ્યા છે. આ પહેલા તેઓ ન્યુટન, ડોક્ટર અને સ્કૂલ ટીચરના ગેટઅપમાં પણ જોવા મળ્યા હતા, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી.

‘Rise and Fall Season 2’ ને હોસ્ટ કરશે સેહવાગ

હકીકતમાં સેહવાગના આ તમામ ડિફરન્ટ લુક્સ પાછળનું કારણ એક નવો રિયાલિટી શો છે. તેઓ MX Player પર 26 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થનારા પોપ્યુલર રિયાલિટી શો ‘Rise and Fall Season 2’ ને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ શોના ધમાકેદાર પ્રોમોમાં સેહવાગનો આ અનોખો અને રમુજી અવતાર જોવા મળી રહ્યો છે, જ્યાં તેઓ એક અલગ જ અંદાજમાં હોસ્ટિંગ કરતા નજરે પડશે.

શોમાં જોવા મળશે આ મોટો ચહેરાઓ

આ રિયાલિટી શોમાં ભાગ લેનારા પ્રથમ 4 કન્ટેસ્ટન્ટ્સના નામ પણ સામે આવી ચૂક્યા છે. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર કરણ પટેલ, રિયાલિટી શો ફેમ પ્રિયંકા ચાહર ચૌધરી અને રાજકીય વિશ્લેષક શહેજાદ પૂનાવાલા પોતાની કિસ્મત અજમાવતા જોવા મળશે.

શું છે શોની ગેમ પ્લાન?

‘Rise and Fall Season 2’ સંપૂર્ણપણે માઈન્ડ ગેમ, પાવર અને સ્ટ્રેટેજી પર આધારિત છે. શો દરમિયાન કન્ટેસ્ટન્ટ્સે ક્યારેક ‘શાસક’ (રાજા) તો ક્યારેક ‘વર્કર’ (મજૂર) બનીને ટાસ્ક પૂર્ણ કરવાના રહેશે. રમતથી આગળ વધવા માટે તેમણે સતત પોતાની રણનીતિઓ બદલવી પડશે. ઉલ્લેખનીય છે કે આ શોના સીઝન 1 ના વિજેતા એક્ટર અર્જુન બિજલાની રહ્યા હતા, જેમણે એક સામાન્ય ‘વર્કર’થી પોતાની સફર શરૂ કરીને વિનરની ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે સેહવાગના હોસ્ટિંગ હેઠળ સીઝન 2 કેટલો રોમાંચક રહે છે તે જોવું રસપ્રદ રહેશે.