મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્યમાં ગઈ કાલે 24 કલાકમાં કોરોનાવાઈરસ મહામારીના નવા 4,000થી વધારે કેસ નોંધાતા વહીવટીતંત્ર ચિંતામાં આવી ગયું છે. આ સાથે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે આ વધારો ચિંતા કરાવનારો છે. આ નવા કેસોમાં ઓમિક્રોનના પેટા-વેરિઅન્ટના દર્દીઓ પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં શાળાઓ હાલમાં જ શરૂ કરવામાં આવી છે અને 12-18 વર્ષના વયજૂથનાં જે બાળકોનું રસીકરણ કરાયું ન હોય તે કરવું જોઈએ અને લોકોએ માસ્ક પહેરવું જોઈએ, એમ પણ આરોગ્ય પ્રધાન ટોપેએ કહ્યું છે. કેસમાં આ વધારો મુંબઈ, પુણે, થાણે, પાલઘર, રાયગડ જિલ્લાઓમાં નોંધાયો છે. મુંબઈમાં સંસર્ગ દર 40 ટકા પર પહોંચ્યો છે.