નવીન જિંદલ પોલીસ સમક્ષ હાજર ન થયા

મુંબઈ/થાણે: મોહમ્મદ પયગંબર વિરુદ્ધ અપમાનજનક ટ્વીટ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીમાંથી કાયમને માટે હાંકી કાઢવામાં આવેલા નવીન જિંદલને થાણે જિલ્લાના ભિવંડી શહેરની પોલીસે એની સમક્ષ હાજર થવાનું સમન્સ મોકલ્યું છે, પરંતુ જિંદલ આજે જાહેર થયા નથી. પોલીસે એમને સમન્સમાં જણાવ્યું હતું કે આ એમની સામે કરાયેલા કેસના સંબંધમાં એમનું નિવેદન નોંધવા માટે એમણે હાજર થવું. પરંતુ તેઓ આજે હાજર થયા નથી તેમજ પોલીસને કોઈ પ્રકારનો સંદેશ પણ મોકલ્યો નથી કે સંપર્ક કર્યો નથી.

જિંદલ અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માએ પયગંબર વિરુદ્ધ કરેલા નિવેદનને કારણે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ બંને સામે પગલું ભર્યું છે. જિંદલની કાયમને માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે જ્યારે નુપૂર શર્માને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. નુપૂર શર્માને પણ ભિવંડી પોલીસે સમન્સ મોકલ્યું હતું, પરંતુ શર્માએ ચાર-અઠવાડિયાનો સમય માગ્યો છે. પોલીસે તે મંજૂર રાખ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]