‘બેસ્ટ’ બસ ડેપોમાં બનાવાશે આવાસી, કમર્શિયલ કેન્દ્ર

મુંબઈઃ શહેરમાં લોકલ ટ્રેનોની જેમ ‘બેસ્ટ’ કંપની બસ સેવા પણ જીવાદોરી સમાન ગણાય છે. હવે તો ‘બેસ્ટ’ કંપનીના બસોના કાફલામાં એરકન્ડિશન્ડ ડબલ-ડેકર બસોની સંખ્યા પણ વધવા લાગી છે. આ બસોના પાર્કિંગ માટે વધારે જગ્યાની જરૂર પડે. એ માટે ત્રણ ડેપો ખાતે સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ગોવંડી, દિંડોશી અને બાન્દ્રા ઉપનગરોસ્થિત ‘બેસ્ટ’ ડેપો ખાતે બે-માળની પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત આ જ ડેપો ખાતે એક રેસિડેન્શિયલ અને કમર્શિયલ કેન્દ્ર પણ બનાવવામાં આવનાર છે. આ માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસે ટેન્ડર મગાવવામાં આવશે. શરૂઆતમાં ઉક્ત ત્રણ ડેપો ખાતે આવાસ અને કમર્શિયલ સેન્ટર બનાવવામાં આવશે, બાદમાં યોજના સફળ થશે તો વધુ ડેપો ખાતે બનાવવામાં આવે એવી ધારણા રખાય છે.