મુંબઈની વલ્લભનિધિ હવેલીમાં રામ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

મુંબઈના જુહૂમાં આવેલી વલ્લભનિધિ હવેલીમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ શંકર શાસ્ત્રી પૂજ્ય દાદાજી દ્વારા સ્થપાયેલી આ હવેલીમાં ભક્તોએ એકસાથે મળીને આસ્થાથી મર્યાદાપુરુષોતમ શ્રીરામનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો હતો.રામ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દરમિયાન પંચામૃત સ્નાન, તિલક,દર્શન,આરતિ તથા ભગવાનના જન્મ નિમિત્તે પલના મનોરથ કરવામાં આવ્યો અને ભવ્યાતિ ભવ્ય શ્રી રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સવ દરમિયાન હવેલીના મુખ્યાજી અમૃતભાઈ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હવેલીના ટ્રસ્ટી જયંતીભાઈ પારેખ,મીનાક્ષીબેન મહેતા,પ્રશાંતભાઈ વલિયા અને નીતિનભાઈ કારીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

તેમજ સર્વે ભાવિક ભક્તોએ આ ઉત્સવ દરમિયાન હાજર રહી અને ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનો લહાવો લીધો હતો. રામનવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મુંબઈના જુહૂ સ્થિત વલ્લભનિધિ હવેલીમાં પણ શ્રી રામના નારા સાથે ભક્તિઓ રામમય બન્યા હતાં.