રેલવે યાત્રીઓએ છ-મહિનામાં રૂ. 5.25 કરોડની જણસો ગુમાવી

મુંબઈઃ છેલ્લા છ મહિનામાં મુંબઈ સબર્બન રેલવેના યાત્રીઓએ રૂ. 5.25 કરોડની રોકડ અને કીમતી જણસ ગુમાવી છે, અથવા એને લૂંટારાઓએ અને ફટકા ગેંગે ચોરી લીધી છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 30 જૂન સુધીના સમયગાળામાં રેલવે પોલીસે 2654 કેસો નોંધ્યા હતા, જેમાંથી 2543 કેસો ચોરી અને લૂંટના છે અને  રૂ. 1.58 કરોડના માલસામાન સાથે માત્ર 907 કેસો ઉકેલી શકાય છે.

લૂંટારાઓને પકડવા માટે રેલવે પોલીસે બધી ખોવાયેલી બેગોને ચોરીના કેસ નોંધવાનું શરૂ કર્યું છે. જેથી છેલ્લા બે મહિનામાં પોલીસે 303 કેસ નોંધ્યા છે, જે પહેલાં ખોવાયેલા કેસ સ્વરૂપે નોંધ્યા છે, જે પહેલાં  એમની તપાસ કરવામાં નહોતી આવી, જેમાં રૂ. 1.12 કરોડની સંપત્તિનું નુકસાન થયું છે. પોલીસે 74 કેસો ઉકેલી કાઢ્યા છે.  બધી રેલવે પોલીસ સ્ટેશનોને ખોવાયેલા બેગ કેસોને ચોરીના કેસોમાં તબદિલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ (GRP)ના કમિશનર ખાલિદે કહ્યું હતું કે મોબાઇલ ખોવાના કેસોને ચોરીના રૂપે નોંધવાનો કેસ 2017માં GRP નિખેત કૌશિકે અપનાવ્યો હતો.

આ ઝુંબેશ હેઠળ કેટલાય ચોરાયેલા અથવા ચોરી કરવામાં આવેલા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા અને ચોરો અને લૂંટેરાઓની ધરપકડ કરવામાં આવી હતી. એનાથી પ્રેરણા લઈને ખોવાયેલા માલસામાન વગેરના કેસોને ચોરીની શ્રેણીમાં નોંધવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. જ્યારે અમે ખોવાયેલી વસ્તુના કેસ નોંધીએ છીએ, ત્યારે તેની તપાસ નથી થતી અને જેતે ચીજવસ્તુઓ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે, પણ હવે FIR નોંધવામાં આવ્યા પછી અધિકારીએ કેસોની તપાસ કરવી જ પડે છે, એમ તેમણે કહ્યું હતું.