‘ઝરૂખો’માં ‘ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના’ વિષય પર કાર્યક્રમ

 મુંબઈઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાંઈલીલા વેલફેર ટ્રસ્ટના ‘ઝરૂખો’ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ‘સ્ત્રી ચેતના’ એ વિષય પર શનિવાર બીજી માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે  કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડો.સેજલ શાહ ‘ ગુજરાતી કાવ્યોમાં ‘સ્ત્રી ચેતના’ વિષય પર વાત કરશે. SNDT મહિલા વિદ્યાપીઠના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડો. દર્શના ઓઝા ‘ગુજરાતી ટૂંકી વાર્તામાં “સ્ત્રી ચેતના’ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર- જે ગાયિકા અને સ્વરકાર પણ છે, તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે.  આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. ‘ઝરૂખો’નો આ કાર્યક્રમ બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી-પશ્ચિમના સરનામે યોજવામાં આવ્યો છે અને ટ્રસ્ટી ગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.