નગીનદાસ સંઘવીની ‘કૃષ્ણ વાતો’, પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ‘કૃષ્ણ ગીતો’ની ઓનલાઈન પ્રસ્તુતિ

મુંબઈઃ 101 વર્ષની વયે તાજેતરમાં અવસાન પામેલા અને પ્રજ્ઞાવંત, બહુશ્રુત તથા સ્પષ્ટવક્તા તરીકે આદરપ્રાપ્ત વિદ્વાન, એવા ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીએ, પાંચેક મહિના પૂર્વે, સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાયેલા કાર્યક્રમમાં ‘મહામાનવ શ્રી કૃષ્ણ’ વિષય પર, શ્રી કૃષ્ણને આગવી દ્રષ્ટિએ મૂલવતું તેમજ શ્રી કૃષ્ણ અને શ્રી રામની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજાવતું મનનીય પ્રવચન આપ્યું હતું. સાથે ‘પદ્મશ્રી’ પુરુષોત્તમ ઉપાધ્યાયે કૃષ્ણ ગીતોની રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમની ઓનલાઈન પ્રસ્તુતિ રવિવાર, 19 જુલાઈના રાત્રે 9:00 કલાકે ભવન કલા કેન્દ્રની યૂટ્યૂબ ચેનલ પર સંપન્ન થશે. કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર, કમલેશ મોતા, નિરંજન મહેતા.

Youtube link : Bhavan Kalakendra