ખતરોઃ એક-જ-દિવસમાં કોરોનાના 5,067 કેસ નોંધાયા

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો ગયા વર્ષે ભારતમાં ફાટી નીકળ્યો ત્યાર પછી પહેલી જ વાર મુંબઈ શહેરમાં આ રોગના 5,000થી વધારે કેસ નોંધાયા છે. આજે શહેરમાં આ રોગના 5,067 કેસ નોંધાયા હોવાનો અહેવાલ છે. આને કારણે શહેરમાં લોકડાઉન ફરી લાગુ કરાય એવી સંભાવના વધી ગઈ છે. મુંબઈમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને હવે 3,74,493 થઈ છે.

બોમ્બે હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ડો. ગૌતમ ભણસાલીનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાવાઈરસની ટેસ્ટની સંખ્યા વધી ગઈ હોવાથી કેસોની સંખ્યા વધી છે. તે છતાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્રમાં કોરોનાનું બીજું મોજું ફેલાઈ ચૂક્યું છે.