લમ્પી રોગઃ પશુઓની હેરફેર પર પોલીસની મનાઈ

મુંબઈઃ પશુઓ-ઢોરઢાંખરોમાં ફેલાયેલા ચામડીના લમ્પી રોગ (LSD)ને ધ્યાનમાં લઈને આ ચેપી રોગને ફેલાતો અટકાવવા માટે મુંબઈ પોલીસે શહેરમાં પશુઓની હેરફેર કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસનું કહેવું છે કે આ ઓર્ડર 13 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

પોલીસે એમ પણ કહ્યું છે કે જે કોઈ આ ઓર્ડરનો ભંગ કરશે એને દંડ ફટકારવામાં આવશે.