મુંબઈઃ અહીંના અંધેરી (વેસ્ટ) ઉપનગરના ઓશિવરા વિસ્તારમાં આજે બપોરે પાણીની એક પાઈપલાઈન ફાટતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. ઘટનાના વિડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.
આ ઘટના બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. ન્યૂ લિન્ક રોડ પર ઈન્ફિનિટી મોલની સામેની બાજુ પર પાઈપલાઈન ફાટી હતી. મોલની આસપાસનો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ રોડ અને વિસ્તાર ધંધાકીય અને ઓફિસ પ્રવૃત્તિઓથી ધમધમતો હોય છે. લોકો જળબંબાકાર રસ્તા પર ધીમે ધીમે ચાલતા જોવા મળ્યા હતા.
