મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમના પ્રધાનમંડળમાં આજે મોટા ફેરફારો કર્યા છે. નવા નિમાયેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને નાણાં અને આયોજન, એમ બે ખાતા આપવામાં આવ્યા છે. અન્ય નવા પ્રધાન છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા ખાતું સોંપવામાં આવ્યું છે. આ બંને નેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છોડીને શિંદેની સરકારમાં જોડાઈ ગયા છે.
કેબિનેટ પ્રધાન અનિલ પાટીલને રાહત અને પુનર્વસન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતા, રાધાકૃષ્ણ વિખે-પાટીલને રેવેન્યૂ , અદિતી સુનિલ તટકરેને મહિલાઓ અને બાળવિકાસ ખાતું, ધનંજય મુંડેને કૃષિ, હસન મુશ્રીફને મેડિકલ શિક્ષણ, સંજય બનસોડેને સ્પોર્ટ્સ, મંગલપ્રભાત લોઢાને કૌશલ્ય વિકાસ, દીપક કેસરકરને શાળાશિક્ષણ, અબ્દુલ સત્તારને અલ્પસંખ્યક વિકાસ, ઉદય સામંતને ઉદ્યોગ, ગુલાબરાવ પાટીલને પાણીપુરવઠા, ધર્મરાવ અત્રામને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અને દિલીપ વળસે-પાટીલને સહકારી ખાતું ફાળવવામાં આવ્યું છે.
