ડૉ નિરંજના જોશી લિખિત નિબંધસંગ્રહ ‘છીપ મોતી શંખ’નું લોકાર્પણ

મુંબઈઃ ધી કાંદીવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત, ગુજરાતી ભાષા ભવન દ્વારા આયોજિત અને ‘લેખિની’ સંસ્થાના સહયોગથી તારીખ – ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રવિવારે ડૉ નિરંજના જોશી લિખિત નિબંધ સંગ્રહ ‘છીપ મોતી શંખ’નું આદરણીય લેખક દિનકર જોશીના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમનું સંચાલન દિલીપ રાવલ કરશે. સરસ્વતી વંદના જાણીતા ગાયિકા રેખા ત્રિવેદી કરશે.

આ કાર્યક્રમમાં વાચિકમ્ ડૉ પ્રીતિ જરીવાલા અને મૈત્રેયી યાજ્ઞિક કરશે તથા એક નિબંધને નૃત્ય સ્વરૂપે મિથિલા પાધ્યે ભટ્ટ અને મીતા ગોર મેવાડા રજૂ કરશે.

કાર્યક્રમ વાર અને સમય: તારીખ ૧૨ ફેબ્રુઆરી, રવિવાર. સાંજે ચાર વાગ્યે.

સ્થળ: કે.ઈ.એસ. જયંતિલાલ એચ. પટેલ લૉ કોલેજ, બીજે માળે, મથુરાદાસ રોડ તરફ,  ભોગીલાલ પડિયા માર્ગ, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૬૭.