‘મેળા’ને સાહિત્ય દ્વારા અનુભવવાનો લહાવો લેવા જેવો ખરો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કેઈએસ ગુજરાતી ભાષાભવન આ મહિને સાહિત્યના ભાવકો માટે ગોળનું ગાડું લઈને આવ્યા છે. ઉત્તમ સાહિત્યિક કાર્યક્રમોની ઉપરાઉપરી હારમાળામાં શનિવારે ૧૩મી જાન્યુઆરીએ સાંજે છ વાગ્યે ગુજરાતી સાહિત્યમાં મેળો” એ વિષય પર વિવિધ રજૂઆત છે.

જાણીતાં ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી મેળા વિશેનાં ગીતો રજૂ કરશે, જેમાં સંગીત સંકલન કાનજીભાઈ ગોઠીનું છે. ડો. હિતેશ પંડ્યા ” લોકસાહિત્યમાં મેળો” એ‌ વિષય પર વાત કરશે.વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ ત્રણ સર્જકોના ગદ્યખંડનું પઠન કરશે. વિદ્યાર્થીની મીના ચૌહાણ એક કાવ્યનું પઠન કરશે. આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.  આ કાર્યક્રમ જયંતીલાલ પટેલ લો કૉલેજ હોલ, બીજે માળે, કાંદિવલી રિક્રિએશન ક્લબની પાસે, ઓફ મથુરાદાસ રોડ, કાંદિવલી પશ્ચિમના સરનામે છે અને સહુ હાજરી આપી શકે છે.