‘કશિશ મુંબઈ ઈન્ટરનેશનલ ક્વીઅર ફિલ્મ ફેસ્ટિવલ’

મુંબઈઃ કેનેડાના કોન્સ્યૂલેટ જનરલના સહયોગથી ‘કશિશ મુંબઈ ઈન્ટરનેશનલ ક્વીઅર ફિલ્મ ફેસ્ટિવલ’ની તેરમી આવૃત્તિ હાલ મુંબઈમાં યોજાઈ રહ્યો છે. ગઈ 1 જૂનથી શરૂ થયેલો આ ફિલ્મોત્સવ 12 જૂન સુધી ચાલશે.

આ ફિલ્મ ફેસ્ટિવલ દક્ષિણ મુંબઈમાં બે સ્થળે યોજાઈ રહ્યો છે – લિબર્ટી કાર્નિવલ સિનેમાઝ તથા એલાયન્સ ફ્રાન્કેઈઝ ડી બોમ્બે.

કેનેડા આ સતત નવમા વર્ષે કશિશના આ કાર્યક્રમને સહયોગ આપે છે.

આ વખતના ફિલ્મોત્સવમાં 53 દેશોમાંથી આશરે 184 LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીઅર) ફિલ્મોનો સમાવેશ થાય છે. આમાં ભારતમાંથી ટૂંકી અને ફીચર લંબાઈની 30 અને કેનેડાની 22 ફિલ્મો રજૂ કરાશે.

કેનેડાની ફિલ્મોમાં ડોન, હર ડેડ એન્ડ ધ ટ્રેક્ટર, વાઈલ્ડહૂડ, જમ્પ, ડાર્લિંગ, નો ઓર્ડિનરી મેન, કલર ઓફ મ્યુઝિક, ડેટિંગ અનલોક્ડ, કર્ફ્યૂ, ધ ક્લિનિક, Bing! Bang! Bi!, વેવ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેનેડાની ચાર દસ્તાવેજી ફીચર ફિલ્મ અને 9 ટૂંકી ફિલ્મો પણ રજૂ કરાશે.