ફોનપે મહારાષ્ટ્ર છોડી ગઈ; કર્ણાટકમાં જતી રહી

મુંબઈઃ સેમીકંડક્ટર ઉત્પાદક વેદાંતા-ફોક્સકોન મહારાષ્ટ્રને છોડીને ગુજરાતમાં ચાલી ગયા બાદ હવે એક વધુ કંપની મહારાષ્ટ્રને છોડી ગઈ છે. આ છે ફિનટેક એપ કંપની ફોનપે. એણે મુંબઈને બદલે કર્ણાટકનું બેંગલુરુ પસંદ કર્યું છે. આ વિશેની જાહેરાત ફોનપે પ્રાઈવેટ લિમિટેડ વતી આજના અખબારમાં એક પબ્લિક નોટિસના રૂપમાં કરવામાં આવી છે. ફોનપે મુંબઈથી બેંગલુરુમાં શિફ્ટ થઈ ગઈ છે.

ફોનપેનો આ નિર્ણય મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે-ભાજપની સંયુક્ત સરકારને પડેલો બીજો ફટકો છે. વેદાંતા-ફોક્સકોન કંપનીઓ મહારાષ્ટ્રમાં રાજકીય અંધાધૂંધી હોવાને કારણે તેમનો રૂ. 2.06 લાખ કરોડનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાત લઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]