મુંબઈઃ અહીંની મહાનગરપાલિકા સંચાલિત કેઈએમ હોસ્પિટલ (કિંગ એડવર્ડ મેમોરિયલ)ના ઓછામાં ઓછા 29 એમબીબીએસ વિદ્યાર્થીઓને કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડ્યો છે. એમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. વધારે ચોંકાવનારી બાબત એ છે કે આ 29માંના 27 વિદ્યાર્થીઓએ કોરોના પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા છે.
ચેપગ્રસ્ત 23 વિદ્યાર્થીઓ એમબીબીએસના બીજા વર્ષમાં અને છ વિદ્યાર્થી પહેલા વર્ષમાં ભણે છે. બે વિદ્યાર્થીને અહીંની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યારે અન્યોને ક્વોરન્ટિન અવસ્થામાં રહેવાનું જણાવાયું છે. ઉક્ત કોલેજમાંથી 1,100 વિદ્યાર્થીઓ એમબીબીએસનું ભણી રહ્યાં છે.
