મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાથી બે બોટ એલિફન્ટા તરફ જઈ રહી હતી ત્યારે તેમાંથી એક નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી. અથડામણ થતાં જ આમાંથી એક બોટ દરિયામાં પલટી જવા લાગી હતી. આ બોટમાં ક્રૂ સહિત 85 મુસાફરો હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બોટમાં સવાર 80 લોકોને બહાર કાઢ્યા છે, જ્યારે પાંચ લાપતા છે. તેમની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 મુસાફરોના મોત થયા છે.
मुंबई हादसे का लाइव वीडियो. नौ सेना की तेज रफ्तार पेट्रोलिंग नाव ने यात्री नाव में मारी टक्कर मारी
हादसे में 13 लोगो की मौत हो गई है जबकि कई लोग गंभीर रूप से घायल हैं। अभी तक 10 आम लोग और 3 नेवी के जवानों की मौत की पुष्टि हुई है। #viral #Mumbai pic.twitter.com/CG21YCPl2j— Aakash Ghosh (@ghoshaakash0007) December 18, 2024
બચાવી લેવામાં આવેલા લોકોમાંથી ત્રણના પણ મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે. તમને જણાવી દઈએ કે ગેટ ઓફ ઈન્ડિયાને જોવા માટે દરરોજ હજારો પ્રવાસીઓ મુંબઈ આવે છે. ગેટ ઓફ ઈન્ડિયા કે જેને ભારતનો પ્રથમ દરવાજો કહેવામાં આવે છે તે જોયા બાદ કેટલાક પ્રવાસીઓ એલિફન્ટાની ગુફાઓ જોવા પણ જાય છે. એલિફન્ટા પહોંચવા માટે પ્રવાસીઓને બોટ દ્વારા મુસાફરી કરવી પડે છે. બુધવારે બપોરે પ્રવાસીઓથી ભરેલી બે બોટ એલિફન્ટા તરફ જઈ રહી હતી. આ બે બોટમાંથી એક નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી અને દરિયામાં પલટી જવા લાગી હતી.
मुंबई(महाराष्ट्र) में “गेटवे ऑफ इंडिया ” के पास एक यात्री नाव नौसैनिक नाव के साथ टकरा गई ।जिसमें अब तक 13 लोगों की मौत हो चुकी है। 100 से ज्यादा लोगों को बचा लिया गया है।मृतकों में 3 नौसैनिक भी है। अत्यंत दुखद😔😔 #boataccident #boat #Mumbai #gatewayofindia #IndianNavy pic.twitter.com/ReRrzfPpNs
— Jitendra Pareek (@Jitendr39310972) December 18, 2024
બોટમાં ડ્રાઈવર સહિત 85 લોકો સવાર હતા
પલટી ગયેલી બોટનું નામ નીલકમલ છે. આ બોટમાં ડ્રાઈવર સહિત 85 મુસાફરો હતા. બીએમસીએ જણાવ્યું કે ઉરણ, કરંજા વિસ્તારમાં બોટ પલટી ગઈ. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતની પણ તપાસ કરવામાં આવી રહી છે. બોટમાં ક્રૂ સહિત કુલ 85 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 5 લોકો ગુમ છે. હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત ગંભીર છે, જ્યારે 13 મુસાફરોના મોત થયા છે.
નેવી બોટ પેસેન્જર બોટ સાથે અથડાઈ
નીલકમલ બોટના માલિક રાજેન્દ્ર પાર્ટેએ જણાવ્યું કે નેવીની સ્પીડ બોટ આવી અને બોટને ટક્કર મારી. દુર્ઘટનાની માહિતી મળતા જ વિસ્તારની અન્ય બોટ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેણે બચાવ કાર્ય શરૂ કર્યું. દુર્ઘટના અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળ્યા છે.
નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોની બોટ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ. સદનસીબે બોટમાં સવાર મોટાભાગના લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.