રાંચી: ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સે શહેરમાં તેનું પ્રથમ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ(સંકલિત) ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર શરૂ કર્યું. રાંચીના લોકો માટે આ સેન્ટર શહેરનું પ્રથમ અપગ્રેડેડ PET-CT સ્કેનર લઇને આવ્યું છે. ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને ઉત્તર પૂર્વીય રાજ્યો સહિત પૂર્વીય ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરવા માટે કોલકાતા સ્થિત પલ્સ ડાયગ્નોસ્ટિક્સ સાથે સંયુક્ત સાહસ શરૂ કર્યું છે.
આ સેન્ટરનું ઉદ્ઘાટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જી.એસ.કે. વેલુ, ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સના સી.ઈ.ઓ. અને મેનેજિંગ ડિરેક્ટર સુનૈના બિહાની તેમજ રાંચી અને સમગ્ર ભારતના જાણીતા ડોકટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ અત્યાધુનિક સેન્ટર, એક જ છત નીચે વ્યાપક નિદાન સેવાઓ પ્રદાન કરે છે. જેમાં પેથોલોજી, રેડિયોલોજી, ન્યુક્લિયર મેડિસિન, કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને નિવારક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે. આની સાથે જ, તે MRI, CT, PET-CT, ડિજિટલ અને પોર્ટેબલ એક્સ-રે, એડવાન્સ્ડ સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, 4D અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રાફી, 2D ઇકો, ECG, EEG, EMG સહિત રૂટિન અને સુપર-સ્પેશિયાલિટી ટેસ્ટમાં 6,000 થી વધુ ટેસ્ટ પણ પ્રદાન કરે છે.
આ સેન્ટર, નિષ્ણાત ડોકટરો, ચોક્કસ નિર્ધારિત ગુણવત્તા પ્રોટોકોલ અને અદ્યતન ટેકનોલોજી સાથે સચોટ પરિણામો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, તેની વધારાની સર્વિસમાં રાંચીમાં હોમ સેમ્પલ કલેક્શન, હેલ્થ ચેક-અપ પેકેજો, વ્યક્તિગત જીનોમિક્સ, આખા શરીરની MRI તપાસ, ડિજિટલ સ્માર્ટ રિપોર્ટ્સ અને કન્સલ્ટેશન સપોર્ટનો સમાવેશ થાય છે.
