અમદાવાદ: Hina’s Art Pavilion (HAP)ની GEMS OF INDIA નેશનલ લેવલની સૌથી મોટી આર્ટ કોમ્પિટીશન અને એક્ઝિબિશન છે જેમાં 1 થી 17 વર્ષની વયના બાળકો સંકળાયેલા છે. બોપલનાં HAP ખાતે 1લી અને 2જી ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર આ પ્રદર્શન દેશના એક મોટા વાઇબ્રન્ટ સેલિબ્રેશન જેવી બનવાની છે. જેમાં સમગ્ર ભારતમાંથી યુવા પ્રતિભાઓ દ્વારા તૈયાર થયેલ લગભગ 2500 જેટલા આર્ટવર્ક રજૂ થશે.HAPના સંસ્થાપક અને ડિરેક્ટર, ડૉ. હિના શાહ માને છે, “કલા માત્ર કેનવાસ પરના સ્ટ્રોક્સ નથી, તે આપણા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના તંતુઓમાં ઓતપ્રોત છે. સર્જનાત્મકતા સફળતાનું મૂળ છે, જેવું કે કોઈ સમસ્યાનો ઉકેલ શોધવો હોય કે નવીન વિચારોને અમલમાં મૂકવા, અનેક વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ અને ઉદ્યોગપતિઓ પાસે એક સામાન્ય વિશેષતા હોય છે. આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની અને વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતા.”
આ ઇવેન્ટ દ્વારા, HAPનો ઉદ્શય યુવા પ્રતિભાઓને પોષણ, પ્રસાર અને સક્રિય તક પ્રદાન કરવાનો હેતુ છે. તેમની સર્જનાત્મક ક્ષિતિજને વિસ્તૃત કરવા માટે તેમને જરૂરી તકો પૂરી પાડવાનો છે. તદુપરાંત, પ્લેનેટ અર્થ જેવી થીમ્સ, ડ્રીમ્સ, ભારતની સંસ્કૃતિ, ભારતનું ભવિષ્ય અને વધુ, વિચારપ્રેરક પ્રદર્શન કરશે. પ્રસિધ્ધ કલાકાર પિકાસોએ કહ્યું છે, ‘દરેક બાળક એક કલાકાર છે,’ HPAની આ પહેલ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકમાં સર્જનાત્મકતાની જ્યોત સતત પ્રજ્વલિત રહે.ડૉ. હિના શાહ આ ઘટનાને પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કલ્પના કરે છે. તેમણે કહ્યું કે,“GEMS OF દ્વારા ઈન્ડિયા દ્વારા અમારો ઉદ્દેશ્ય કલાત્મક પ્રતિભાઓને શોધવા અને તેનું સંવર્ધન કરવાનો છે. તેમને આવતીકાલના યુવા તરીકે શેપ આપવાનો છે. અમે એવી આર્ટ મૂવમેન્ટ શરૂ કરવાની આશા રાખીએ છીએ કે જ્યાં આર્ટને જીવન અને ભવિષ્યના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવે.”
આ પ્રદર્શન 1 અને 2 ફેબ્રુઆરીની ઇવેન્ટમાં મુલાકાતીઓ મનમોહક આર્ટવર્કનો અનુભવ કરશે, જે નેચરની વચ્ચે શાંત અને સુંદરતાના સેટ સમાન છે. આ ઈવેન્ટમાં લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન અને ફૂડની સાથે ઈન્ટરએક્ટિવ વર્કશોપનો પણ સમાવેશ થાય છે. 10,000થી વધુ શાળાઓ સાથે દેશભરમાં આ ઇવેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે, આ ઇવેન્ટ ભારતમાં તેના પ્રકારની સૌથી મોટી ઇવેન્ટમાંની એક છે.
