નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડના દિવ્યાંગ ક્રિકેટરોની મેચો રમાશે

અમદાવાદ : શહેરના મોટેરા વિસ્તારનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નવું બન્યુ ત્યારથી એક પછી એક વૈશ્વિક કક્ષાના કાર્યક્રમો, આઈપીએલ મેચો, વર્લ્ડ કપની મહત્વની મેચો રમાઈ છે. ત્યારે હવે વર્ષ 2024ની શરૂઆતે મુકુલ માધવ ફાઉન્ડેશન ફિઝિકલ ડિસેબિલિટી T 20I ટ્રોફી 2024 ઈન્ડિયા વિ. ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચો રમાશે.


ડિફ્રન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI) ની આ મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં રમાશે. 28, 30 જાન્યુઆરી, 1, 3, 6 ફેબ્રુઆરી એ સવારે 9:30 કલાકે T 20I ક્રિકેટ મેચો રમાશે.

અમદાવાદના આંગણે રમાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની આ મેચો પહેલાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ક્રિકેટરોએ નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડના દિવ્યાંગ ક્રિકેટરો પોતાનું ધમાકેદાર ઉત્કૃષ્ટ પર્ફોમન્સ બતાવી ક્રિકેટ મુકાબલામાં ભાગ લેશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)