સુરત: શહેરના ખરવાસા કેનાલ રોડ વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ વેસ્ટના એક ગોડાઉનમાં શનિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
🔹 સુરત શહેરના સચિન ઉન પાટિયા વિસ્તારમાં આવેલા વેસ્ટેજ કપડાંના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરી મચી
🔹 ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી
🔹 ફાયરની 8 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ
🔹 ફાયર વિભાગે મોટાભાગની આગ પર કાબૂ મેળવ્યો
#SuratFire #Sachin #UnPatiya #WarehouseFire #FireIncident #SuratNews #FireBrigade #BreakingNews
— DD News Gujarati (@DDNewsGujarati) November 14, 2026
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી કુલ ૯ જેટલા ફાયર ટેન્ડર્સ અને વોટર ટેન્કર્સ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ગોડાઉનમાં જ્વેલરી, કાપડનો કચરો અને અન્ય જ્વલનશીલ સામગ્રી મોટા પ્રમાણમાં સંગ્રહિત હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને ફાયર વિભાગ દ્વારા કુલ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.






