લંડન: બ્રિટનની રાજધાનીમાં થેમ્સ નદીના કાંઠે રવિવારે એક નવો ઈતિહાસ રચાયો હતો. ચિન્મય મિશનની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે લંડનમાં પ્રથમ વખત ભવ્ય ‘ગંગા આરતી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ગંગા આરતી ઓન ધ થેમ્સ: અ સેરેમની ઓફ લાઈટ’ નામના આ કાર્યક્રમમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ચિન્મય મિશન યુકે અને વાર્ષિક ‘ટોટલી થેમ્સ’ ફેસ્ટિવલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
लंदन में पहली बार गंगा आरती 🚩🚩
टेम्स नदी, लंदन में पूरे रीति-रिवाज से गंगा आरती
हजारों हिंदू इकट्ठा होकर आनंदित हुएसनातन धर्म और संस्कृति का दबदबा पूरे दुनिया में हैं। pic.twitter.com/ULWbgOzxpC
— Chandan Sharma (@ChandanSharmaG) September 14, 2026
ભારતમાં ગંગા કિનારે યોજાતી પરંપરાગત આરતીની જેમ જ લંડનના ગ્રીનવિચ સ્થિત ઓલ્ડ રોયલ નેવલ કોલેજના આંગણે મંત્રોચ્ચાર, સંગીત અને દીપમાળાઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ચિન્મય મિશનના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદજીના નેતૃત્વમાં આ ભવ્ય આરતીનું આયોજન થયું હતું. સ્વામી સ્વરૂપાનંદજીએ જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લંડનના હૃદયસમા સ્થળે લોકોને એકસાથે લાવવાનો અને મા ગંગાની પવિત્રતા, એકતા તથા વેદાંતના જ્ઞાનને યાદ કરવાનો છે.
પર્યાવરણીય જાગરૂકતાને ધ્યાનમાં રાખીને આ આરતી સંપૂર્ણપણે નદીના કાંઠે જ યોજવામાં આવી હતી અને નદીમાં કોઈ પણ સામગ્રી પધરાવવામાં આવી નહોતી. તેમજ સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત અને ઝીરો-વેસ્ટના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ હિંદુ અને એશિયન સમુદાય ઉપરાંત વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોએ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સફળ આયોજન બાદ હવે આ ગંગા આરતીને દર વર્ષે યોજવાની યોજના બનાવવામાં આવી રહી છે.




