કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીને ટક્કર આપશે CPI ના એની રાજા

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ આગામી લોકસભા ચૂંટણી માટે ચાર બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે સીપીઆઈ કેરળના શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટમાં બીજા સૌથી મોટા ગઠબંધન પાર્ટનર છે.

એની રાજા રાહુલ ગાંધીને આપશે ટક્કર

કેરળની વાયનાડ સીટ પર, જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાંસદ છે, ત્યાં પણ I.N.D.I.A ગઠબંધન ખોરવાઈ રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા એની રાજાને મહત્વપૂર્ણ વાયનાડ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. હાલમાં આ સીટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે છે. દરમિયાન, પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ પન્નિયન રવીન્દ્રન તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે. આ બીજી મહત્વની બેઠક છે, જેનું પ્રતિનિધિત્વ હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કરે છે.

આ જાહેરાત પાર્ટીના રાજ્ય સચિવ બિનોય વિશ્વમે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે કહ્યું કે ત્રિશૂરથી ભૂતપૂર્વ કૃષિ પ્રધાન વીએસ સુનિલ કુમાર અને પાર્ટીની યુવા પાંખ એઆઈવાયએફના નેતા સી એ અરુણકુમારને માવેલીક્કારા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે.