- વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,53,031 હજાર મતોથી આગળ
- રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા 2.50 લાખ મતથી આગળ
- વડોદરા ભાજપના ઉમેદવાર ડૉ હેમાંગ જોશી 385360 મતથી આગળ
- પાટણ લોકસભા સીટ પર 6 રાઉન્ડનાં અંતે કોંગ્રેસનાં ચંદનજી ઠાકોર 20372 મતથી આગળ ચાલી રહ્યા છે.
- બનાસકાંઠા લોકસભા બેઠક પર રેખાબેન ઠાકોર 175393 જ્યારે ગેનીબેન ઠાકોર 170052 વોટ મળ્યા છે. રેખાબેન 5340 વોટથી આગળ છે.
- દાહોદમાં પાંચ રાઉન્ડનાં અંતે ચોંકાવનારા પરિણામ આવવા પામ્યા છે. જેમાં દાહોદનાં મતદારોએ એક પણ ઉમેદવારોને પસંદ કર્યા ન હતા. દાહોદમાં લોકસભા બેઠક પર 11573 મતદારોએ નોટામાં મત નાંખ્યા હતા. 4 લાખની મત ગણતરીમાં 1573 મત નોટાને મળ્યા છે. ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પાંચ રાઉન્ડનાં અંતે 1,22,614 મતથી આગળ છે.
- પોરબંદર બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ માંડવિયા 2 લાખથી વધુની લીડથી આગળ
- ગાંધીનગર લોકસભા સીટ પર કેન્દ્રીય ગૃહમંત્રી 4 લાખની જંગી લીડથી આગળ
- અમરેલીમાં પાંચ રાઉન્ડનાં અંતે અમરેલી બેઠક પર કોંગ્રેસનાં જેની ઠુંમરને 69999 મત મળ્યા હતા. જ્યારે ભાજપનાં ભરત સુતરીયા 134029 મત મળ્યા હતા. જ્યારે ભાજપનાં ભરત સુતરીયા 64 હજારથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે.
- નવસારી સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ હાર સ્વીકારી છે. પરંતું તેઓ દ્વારા કહ્યું છે કે સી.આર.પાટીલ જીતશે. પણ તેઓને 10 લાખની લીટ મળશે નહી.
- અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી બેઠક પર ભાજપને એક લાખથી વધુની લીડ મળી.
- બનાસકાંઠામાં લોકસભા બેઠકની મતગણતરી ચાલી રહી હતી. ત્યારે EVM માં ખામી સામે આવતા થોડા સમય માટે મતગણતરી રોકાઈ હતી. ટેકનિકલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ખોટકાતા તપાસ હાથ ધરી છે.
- નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ
- ભરૂચ સીટ પરથી આપના ચૈતર વસાવા 21000 મતથી પાછળ
- જામનગરમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમ 7667 મતથી બીજા રાઉન્ડ બાદ આગળ ચાલી રહ્યા છે.
- સાબરકાંઠા બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ
- ગાંધીનગરથી અમિત શાહ 80,800 મતથી આગળ
- જૂનાગઢમાં BJPના રાજેશ ચુડાસમા 3640 મતથી આગળ
- મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર આગળ
- બનાસકાંઠા લોકસભા બેઠક પર પહેલો રાઉન્ડ પૂર્ણ થવા પામ્યો છે. પ્રથમ રાઉન્ડનાં અંતે ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ
- ખેડા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ આગળ
- ભરૂચમાં મનસુખ વસાવા 4200 મત આગળ
- જામનગરમાં પ્રથમ રાઉન્ડના અંતે પૂનમબેન માડમ પાછળ
- નવસારી સીટ પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ 10 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
- જ્યારે રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી પાછળ
- વડોદરા સીટ પરથી ભાજપના હેમાંગ જોષી પહેલા રાઉન્ડના અંતે 4683 મતથી આગળ
- ગાંધીનગર સીટ પરથી ગૃહ મંત્રી અમિત શાહ 35000 મતથી આગળ ચાલી રહ્યા છે.
- ભરૂચ સીટ પરથીઆમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. જેમાં રાજ્યમાં 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. ગુજરાતની વાત કરવામા આવે તો મોટાભાગના એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યની તમામ બેઠકો ભાજપને ફાળે જઈ શકે છે. તો કેટલાક એક્ઝિટ પોલમાં કૉંગ્રેસને વધુમાં વધુ 2 બેઠકો મળવાની ધારણા છે. જો કે આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આજે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. સાબરકાંઠા ભાજપનાં ઉમેદવારે શામળાજીમાં દર્શન કર્યા હતા. શોભનાબેન બારૈયાએ ભગવાન શામળીયાનાં આશીર્વાદ લીધા હતા. સાબરકાંઠામાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્રીજી વખતે કેન્દ્રમાં મોદી સરકાર બનવાનો શોભનાબેન બારૈયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
બેલેટ પેપરની મતગણતરીમાં કયાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે ?
રાજ્યની 25 સીટની મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીઓએ બેલેટ પેપરના વોટ કાઉન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન આગળ ચાલી રહ્યા છે જ્યારે બેલેટ પેપરની મતગણતરીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.બેલેટ પેપરની મતગણતરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે.